ગુજરાતી મદદ અને સહાય : Trosolwg
વસ્તી ગણતરી એટલે શું?
વસ્તી ગણતરી એટલે દર 10 વર્ષે કરવામાં આવતો સર્વે છે અને તેનાથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતાં તમામ લોકો અને કુટુંબોનું અમને ચિત્રણ મળે છે. આગામી વસ્તી ગણતરી રવિવાર 21 માર્ચ 2021ના રોજ કરવામાં આવશે.
વસ્તી ગણતરીમાંથી એકઠી કરવામાં આવેલી માહિતીથી સ્થાનિક વિસ્તારમાં ભાષાકીય સેવાઓ સહિતની જાહેર સેવાઓના આયોજન અને ભંડોળમાં મદદ થાય છે. દાખલા તરીકે, અમુક વિસ્તારોમાં NHSએ ભાષાંતર અને દુભાષિયાની સેવાઓ પૂરી પાડે એવું બને.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં Office for National Statictics (ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટીક્સ) (ONS) વસ્તી ગણતરીનું આયોજન અને સંચાલન કરે છે.
વસ્તી ગણતરી કોણે ભરવી પડે છે
વસ્તી ગણતરીમાં તમારા અને તમારા ઘરમાં રહેતાં સભ્યો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, અને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતાં દરેક જણ તેમાં ભાગ લે તે અગત્યનું છે.
કાયદા અનુસાર તમારે વસ્તી ગણતરી ભરવી જ પડે છે
ખોટી માહિતી પૂરી પાડવાનું અથવા વસ્તીગણતરી નહિ ભરવાનું કાનૂની ગુનો બને છે અને તમને £1,000 સુધીનો દંડ થઈ શકે. અમુક પ્રશ્નોના જવાબ આપવાનું સ્વૈચ્છિક હોવાનું તેમની સામે સ્પષ્ટ રીતે લખેલું છે. જો આના જવાબ તમે નહિ આપો તો તે ગુનો બનતો નથી.
યુ.કે.માં ત્રણ મહિનાથી ઓછા સમયથી રહેતાં હોય
જો તમે યુ.કે.માં ત્રણ મહિનાથી ઓછા સમયથી રહેતાં હો તો તમે વસ્તીગણતરી ભરવા માટે જવાબદાર નથી. રહેઠાણના માલિક તમને કેટલાક પ્રશ્નો પૂછી શકે જેથી તેઓ તેમના ઘરમાં રહેતાં સભ્યો વિશે વસ્તી ગણતરી ભરી શકે.
તમારી વસ્તી ગણતરી ક્યારે ભરવી
તમામ ઘરોએ રવિવાર 21 માર્ચ 2021 ના રોજ અથવા તે પછી બને તેટલું જલદી વસ્તી ગણતરી ભરી દેવી જોઈએ.
કોરોનાવાઈરસ મહામારી દરમ્યાન તમારા સંજોગો બદલાયા હોય એવું બને. હાલમાં તમારી સ્થિતિ જેવી હોય તે અનુસાર બધા પ્રશ્નોના જવાબ આપો.